ઘઉંઃ
• ઘઉંના ૧ કિલોગ્રામ બીજને ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું.
• ઘઉંમાં ૫૦ કિલોગ્રામ પોટાશ તેમજ ૨૫ કિલોગ્રામ જીંક સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
• મોડામાં મોડી વાવણી ૩૦ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવી.
• મધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરીયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે
આપવું.
• વાવેતર વખતે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું.
કપાસઃ
• મેગ્નેશીયમની ખામીને કારણે કપાસમાં લાલ પર્ણ દેખાય તો મેગ્નેશીયમ સલ્ફેટનું ૧ ટકાના દ્રાવણનો છંટકાવ ખામી દેખાય ત્યારે કરવો પછી બીજા છંટકાવ ૧૫ દિવસે કરવો.
તુવેરઃ
• ફૂલ અને શીંગોને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ તુવેર અને અન્ય કઠોળ પાકોમાં પ૦ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે નીચે પૈકીની કોઈપણ એક દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
• કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ર મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૧૦ ગ્રામ અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ ર ગ્રામ.
• બિનપિયત પાકમાં કવીનાલફોસ ૧.પ ટકા ભૂકીરૂપ દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
સૂર્યમુખીઃ વાવેતર બાદ ૩૦ દિવસે ૬૫ કિ.ગ્રા. યુરીયા અથવા ૧૫૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ આપવું.
જીરૂઃ
• જીરૂમાં ટપક પદ્ધતિ અપનાવો તેમજ ૩૦-૧૫-૨૫ ના.- ફો.-પો./હે. આપો.
• બીજનો દર ૧૨ થી ૧૬ કિ.ગ્રા./હે. રાખવો અને વાવેતર વખતે ૪૩ કિ.ગ્રા. ડીએપી અને ૨૦ કિ.ગ્રા. યુરીયા આપવું.
• બીજને ૮ કલાક પાણીમાં પલાળી છાયામાં સુકવી ૧ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરામનો પટ
આપવો.
• જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના ૬૦ ગ્રામ જીવાત દેખાય ત્યારે છંટકાવ કરવો.
ધાણાઃ
• ગુજરાત ધાણા-૧ અથવા ૨ નું વાવેતર કરવું તેમજ લીલા ધાણા કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું.
• વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે રાખવો.
• ધાણાના ફાડીયા કરી સૂર્યના તાપમાં તપાવી ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી સુકવ્યા બાદ વાવતેર કરવું.
ચણા ઃ
• બીજું પિયત ૧૫ થી ૨૦ દિવસે અને ત્રીજુ પિયત ૩૫ થી ૪૦ દિવસે ફુલ બેસે ત્યારે આપવું.
• લીલી ઈયળ તથા શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે
પોલીટ્રીન ૪૦% ઇસી ૧૫ મિ.લિ. અથવા એસીફેટ ૭૫% ઇસી ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
મગ ઃ રવિ ઋતુના બિન પિયત કાળા મગ જીબી એમ-૧ નું વાવેતર કરવા નવસારી કૃષિ યુનિવર્સીટી- તણછાનો સંપર્ક કરો.
બટાકાઃ
• બટાકાનું વાવેતર ૧૫ નવેમ્બર આજુબાજુ કુફરી બાદશાહ, કુફરી
પુખરાજ અથવા કુફરી લૌકરનું વાવેતર કરવું.
• વાવતા પહેલા ૧ કિલો મેન્કોઝોલ અને ૫ કિલો શંખજીરૂનું મિશ્રણ બનાવી કાપેલા ભાગ ઉપર ભભરાવી વાવેતર કરવું.
• બટાટાનું વાવેતર નવેમ્બર માસના બીજા અઠવાડિયાથી ચોથા અઠવાડિયા સુધીમાં કરવું.
રતાળુ ઃ રતાળુની જાત એન. જી.વાય ૭નું વાવેતર કરવું તે કાલવ્રણ રોગ અને સામે મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.
પાપડી ઃ દક્ષિણ ગુજરાતનાં ખેડૂત માટે પાપડી જી.એન.આઈ.બી.-૨૨ નું વાવેતર કરવું. બીજને રાઈઝોબીયમનો પટ આપીને વાવેતર કરવું.
લીંબુઃ- લીંબુનું પાન કોરીયું અને કાળી માખીનું નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મિ.લિ./ ૧૦ લિ. પાણીમાં નાખી બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરો.
કેળ ઃ
• કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિગ્રા છાણીયુ ખાતર આપવું.
નાળીયેરી ઃ
• ગેંડા કિટકના નિયંત્રણ માટે કાણા સાફ કરી ૨% મિથાઈલ
પેરાથીઓન ભૂકી અને ઝીણી રેતી સરખા ભાગે મિક્સ કરી કાણામાં મૂકી કાણું માટીથી બંધ કરવું.
જામફળ ઃ ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લિટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મિ.લિ. અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
દાડમ ઃ દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવાથી ચોખ્ખો નફો મળે છે.
દુધી ઃ મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત આણંદ સંકર દુધી-૧ (જીએબીજીએચ-૧) નું વાવેતર કરવું.
ટમેટાઃ મધ્ય ગુજરાતના ખેડૂતોને ગુજરાત આણંદ ટમેટા-૫(જીએટી-૫)નું વાવેતર કરવું.
• ૬૦ ટકા છાપાવાળા સફેદ નેટ હાઉસમાં ટમેટાની અનિયંત્રીત વૃદ્ધિવાળી જાતની ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય.
• પાનનો કોક્ડવા તથા ફળ કોરી ખાનારી ઈયળમાં નિયંÂત્રત જાતો કરતા સારી પ્રતિકારક છે.
• ભૂકીછરાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦% વાળો ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
મરચીઃ ગ્રીન હાઉસમાં કેપ્સીકમ મરચીમાં ૨૦ થી ૨૫ દિવસે છોડની અગ્રકલિકા દૂર કરવી. ડોલી-૫, જૂનાગઢ લોંગ, ગુ.રી.હા.-૧, જી.આર.બી.-૫ નું વાવેતર કરવું
જીપ્સમનો ઉપયોગઃ જમીન સુધારક-જીપ્સમનો ઉપયોગ-સામાન્ય રીતે જે જમીનનો આમલતા આંક (પી.એચ) ૮.૫ થી વધુ હોય, તેવી જમીન ભાસ્મિક જમીન તરીકે ઓળખાય છે.