પ.પૂ. મોરારીબાપુના આશીર્વાદ અને ડો. પ્રતાપભાઈ પંડ્‌યાના આર્થિક સહયોગથી લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૨૧મી બેઠક અમરેલીમાં હનુમાનપરા રોડ ખાતેના તાત્કાલિક હનુમાનજી મંદિરના હોલમાં યોજાઇ હતી. આ બેઠક માટે પરમ પૂજ્ય ઉદયગીરીબાપુએ આમંત્રણ આપ્યું હતું. બેઠકના પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ કલાકારો સર્વ દિનેશભાઈ, ઉર્વશીબેન બારોટ, બીનાબેન શુક્લ, રમેશભાઈ જાદવ, કેવિનભાઈ રોકડ, ચંદ્રકાંતભાઈ બારોટને આવકાર્યા હતા. આ કલાકારોએ સંતવાણી, લોકગીત, દુહા, છંદ વગેરે રજૂ કર્યા હતા. આ બેઠકમાં લોકસાહિત્ય સેતુના મંત્રી ગોવર્ધનભાઈ સુરાણી, ચંદ્રકાંતભાઈ વ્યાસ, તરુલતાબેન વ્યાસ, રજનીભાઈ ભટ્ટ (જાણીતા જ્યોતિષી) તેમજ હનુમાન પરા વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.