સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૦.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૬૬૮.૨૫ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક બીએસઇ ૩૮૪.૫૫ પોઈન્ટ ઘટીને ૮૧,૭૪૮.૫૭ના સ્તરે બંધ થયો હતો. આઈટીએન કંપની, ટીસીએસ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને બીપીસીએલ નિફ્ટીમાં સૌથી વધુ ઘટેલા તરીકે ઉભરી આવ્યા હતા.ડો.રેડી લેબ ઇન્લસ બેંક બજાજ ફાઇનાન્સ,પાવર ગીલ અને એચડીએફસી લાઈફમાં લાભો નોંધાયા હતા.
સમાચાર અનુસાર,બીએસઇ મિડકેપ અને સ્માલકેપ ઈન્ડેક્સમાં ૦.૫-૦.૫ ટકાનો વધારો જાવા મળ્યો છે. સેક્ટર મુજબ, રિયલ્ટી ઇન્ડેક્સ ૩ ટકા, મીડિયા ઇન્ડેક્સ ૧.૫ ટકા અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો, જ્યારે આઇટી મેટલ, ઓઇલ અને ગેસ ૦.૫-૧ ટકા ઘટ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સપ્તાહના અંતમાં યુએસ ફેડ દ્વારા વ્યાજદર અંગેના નિર્ણયની સાવચેતી વચ્ચે નબળા વૈશ્વીક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.
એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગમાં ઘટાડો નોંધાયો હતો. યુરોપિયન બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.શુક્રવારે વોલ સ્ટ્રીટ પર પતન નોંધાયું હતું. દરમિયાન, સસ્તી ખાદ્ય ચીજવસ્તુઓને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને ૧.૮૯ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨,૩૩૫.૩૨ કરોડના શેર ખરીદ્યા હતા.
વૈશ્વીક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૫ ટકા ઘટીને ૭૩.૯૧ ડોલર પ્રતિ બેરલ થયું છે. શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૪૩.૧૬ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા વધીને ૮૨,૧૩૩.૧૨ પર બંધ થયો હતો. નિફ્ટી ૨૧૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકા વધીને ૨૪,૭૬૮.૩૦ પર બંધ થયો.