દેવભૂમિ દ્વારકામાં કાળો કારોબાર. ફેક વેબસાઈટ બનાવી નાંણા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો. સાયબર ક્રાઈમ પોલીસે ફેક વેબસાઈટ બનાવી નાણાં પડાવતી ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી.ગઠિયાઓ દ્વારા ગ્રાહકોની પૂછપરછ ઓનલાઈન ફેક રૂમ બુક કરતા. ગ્રાહકોને ઓછા ભાડાની લાલચ આપી રૂમ બુક કરાવી નાણાં પડાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.સાયબર ક્રાઇમ પીઆઇ વિપુલ કોઠીયા અને ટીમ દ્વારા ગ્રાહકોને ફસાવનાર ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી.
રાજ્યમાં દેવભૂમિ દ્રારકા પ્રવાસન માટે વધુ જાણીતું સ્થળ છે. આથી જ અંહી હોટલનો કારોબાર વિકસ્યો છે. મુલાકાતીઓ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી હોટલોના રૂમ બુક કરાવવામાં આવે છે. ભેજાબાજ દ્વારા આ બાબતનો લાભ લઈ ફેક વેબસાઈટ બનાવવામાં આવી. આ ગેંગે ગુગલ એડસ અને બનાવટી વેબસાઈટ બનાવી પ્રવાસીઓ સાથે હોટેલ સાથે પણ છેતરપિંડી કરી. ભેજાબાજા કમાણી કરવા ધાર્મિક સ્થળો પરની હોટેલને નિશાન બનાવે છે. આ સ્થાન પરની જે લોકપ્રિય હોટેલની ગૂગલમાં જાહેરાત આવતી હોય તેના જેવી જ એડસ બનાવતા. એટલે કે જે – તે હોટલ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર તેમની એડસ આપતા હોય તેવી જ એડ, ભેજાબાજા પોતાની ફેક વેબસાઈટ પેજ પર મૂકતા. અને આના કારણે અનેક પ્રવાસીઓ આ એડ જોઈ ઓનલાઈન બુકિંગ કરતા હતા.
પર્યટક સ્થળો અને ધાર્મિક સ્થળોમાં આવેલ હોટેલોને ભેજાબાજા કમાણી કમાવાના સાધન તરીકે ટાર્ગેટ કરી રહ્યા છે. આ ગઠિયાઓ હોટેલોની ફેક વેબસાઈટ બનાવી ઓછા પૈસે રૂમની લાલચ આપતા. ઓછા ભાડાની લાલચમાં ગ્રાહક લલચાઈ અને રૂમ બુક કરાવતા. ગ્રાહકનું ફેક બુકિંગ થયા બાદ ગઠીયા નાણા પડાવી ફોન બંધ કરી દેતા. આ ટોળકીએ અત્યાર સુધીમાં અનેક ગ્રાહકોને છેતર્યાની આશંકા સેવાઈ રહી છે. સાયબર પોલીસે સમગ્ર મામલે યુપીના બે શખ્સોની અટકાયત કરી.