સાવરકુંડલામાં આવેલ માનવમંદિરની મનોરોગી બહેન પાયલ ભટ્ટનું અવસાન થતાં સમગ્ર માનવમંદિર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પાયલબહેનને વર્ષ ૨૦૧૪માં માનવમંદિરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાયલબહેનના નિધનના સમાચાર સાંભળીને માનવમંદિરના ભક્તિરામબાપુએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે વીરદાદા જસરાજ સેનાની મોક્ષરથ સેવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પાયલબહેનની અંતિમયાત્રા માટે વીરદાદા જસરાજ સેનાના હિતેશભાઈ સરૈયા દ્વારા અંતિમક્રિયા કરાઈ હતી.