બગસરામાં સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી અને વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરાઇને આસપાસના વિસ્તારમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવામાં આવતું હતું. આ કામગીરી અંતર્ગત ૧૨૦૦
વૃક્ષોના રક્ષણ માટે અંદાજે રૂ. ૯૦૦ના ખર્ચે લોખંડના મજબૂત પિંજરા મૂકવામાં આવેલ હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ એક પછી એક ૧૫ પિંજરાની ચોરી કરી હતી. આ અંગે ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવા તત્વો સામે વન અધિનિયમ અંતર્ગત પણ કડક કાર્યવાહી કરવા વન મંત્રીને રજૂઆત કરી છે.