ખેડૂત નેતા અને અખંડ ભારતના શિલ્પી તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની નિર્વાણ તિથિની ઉજવણી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪નાં રોજ કરવામાં આવી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે આ દિવસ નિમિત્તે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ તાલુકા કારોબારી સમિતિ અને જિલ્લા સહમંત્રી લાલજીભાઈ વસ્તરપરાની રાહેદારી દ્વારા રાજકોટવાળા એડવોકેટ રમણીકભાઈ કોટડીયાને ભાવથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ફ્રી સેમિનારમાં રેવન્યુ માર્ગદર્શક સાથે, વકીલ રાજેશભાઈ બોરીચા, સુરેન્દ્રનગરથી ડાયાભાઈ ખોખાણી (ફાર્મર ફ્રેન્ડ ચેનલ) તેમજ અમરેલીથી નિવૃત પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગૌપ્રેમી વાડીયાભાઈ ખુમાણ સર્વોએ ખેડૂતોના ખેતીવાડીના રેવન્યુ પ્રશ્નોના ઉકેલમાં સહકાર આપવા સાથે જોડાયા હતા.