લીલીયા તાલુકાના નાના લીલીયા સાવરકુંડલા માર્ગ પર આવેલ સૂર્ય વિલા ફાર્મમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં દીપડાની અવરજવર કેદ થતાં નાના લીલીયા ગ્રામ પંચાયત ઉપસરપંચ રણજીતભાઈ ખુમાણે સ્થાનિક આર.એફ.ઓ. ગલાણીને જાણ કરતાં ગણતરીની કલાકોમાં વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી હતી. ઉપસરપંચ રણજીતભાઈ ખુમાણે ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે પોતાના વાડી ખેતર ફાર્મમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ જેથી આસપાસમાં બનતી ઘટનાઓથી વાકેફ રહી શકાય અને વહીવટી તંત્રને મદદરૂપ થઈ શકાય તેમ અંતમાં જણાવ્યું
હતું.