ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૦૮ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ૩૬ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી મંદિરે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા રાખવામાં આવ્યો હતો. ર૬ દર્દીઓને રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવ્યા હતા.