રવિચંદ્રન અશ્વિન ઘરે પહોંચ્યોઃ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ. આ મેચમાં એક સમયે યજમાન ઓસ્ટ્રેલિયન ટીમની પકડ ઘણી મજબૂત દેખાતી હતી પરંતુ વરસાદે મોટાભાગની મેચ બગાડી હતી અને તેને ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો. આ મેચની સમાપ્તિ બાદ જ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટÙીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અશ્વિનને આ પ્રવાસ પર પર્થ ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળ્યો, ત્યાર બાદ ગાબા ટેસ્ટ મેચમાં તેના સ્થાને રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ ૧૧માં સામેલ કરવામાં આવ્યો. હવે, નિવૃત્તિના એક દિવસ પછી, અશ્વિન દેશમાં પાછો ફર્યો છે, જેમાં તે સીધો ચેન્નાઈમાં તેના ઘરે પહોંચી ગયો છે.
રવિચંદ્રન અશ્વિન ૧૯ ડિસેમ્બરની સવારે ચેન્નાઈ એરપોર્ટથી બહાર આવતાની સાથે જ ત્યાં મીડિયા અને પ્રશંસકોની ભીડ હતી, આ સિવાય અશ્વિનનો પરિવાર પણ તેને રિસીવ કરવા આવ્યો હતો. આ દરમિયાન અÂશ્વને તેનો ફોટો લેવાની ના પાડી દીધી હતી. ઘરે પહોંચતા જ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અશ્વિનને માળા પહેરાવવામાં આવી હતી અને આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ હાજર હતા. અશ્વિન બધાનો આભાર માની સીધો પોતાના ઘરની અંદર ગયો. જા અશ્વિનના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે ૧૧૬ મેચ રમીને ૫૩૭ વિકેટ પોતાના નામે કરી છે, આ સિવાય તેના નામે ૬ સદી પણ છે.
ગાબા ટેસ્ટ મેચ સમાપ્ત થયા પછી, જ્યારે અશ્વિને તેની નિવૃત્તિ વિશે બધાને કહ્યું, ત્યારે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનામાં હજી ક્રિકેટ બાકી છે, પરંતુ તે હવે ક્લબ અને સ્થાનિક સ્તરે રમતા જાવા મળશે. મેં મારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર દરમિયાન ઘણી યાદો એકઠી કરી છે, જેમાં રોહિત અને કોહલી સહિત તમામ સાથી ખેલાડીઓની આ યાદો કાયમ મારી સાથે રહેવાની છે. ટેસ્ટ સિવાય અશ્વિન લાંબા સમયથી વનડે અને ટી ૨૦ ફોર્મેટમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો છે, જેમાં ૨૦૧૧માં જ્યારે ભારતીય ટીમે ધોનીની કેપ્ટન્સીમાં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે અશ્વિન પણ ટીમ ઇન્ડિયાનો ભાગ હતો.