સંસદના શિયાળુ સત્રમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. વિરોધ પક્ષોએ ઉપરાષ્ટÙપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કલમ ૬૭ બી હેઠળ નોટિસ આપી હતી. આ નોટિસ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને સોંપવામાં આવી છે. દેશમાં સંસદીય લોકશાહીના ૭૨ વર્ષના ઈતિહાસમાં રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ ક્યારેય મહાભિયોગ નથી થયો. રાજ્યસભાના અધ્યક્ષને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે, જ્યારે સંસદનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બર સુધી ચાલવાનું છે. ધનખર પર ગૃહમાં પક્ષપાતી વર્તનનો આરોપ લાગ્યો હતો. ઉપરાંત, આ નોટિસ પર વિરોધ પક્ષના ૬૦ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. જા કે હવે વિપક્ષની યોજના બરબાદ થઈ ગઈ છે.
સૂત્રોનું માનીએ તો, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષને હટાવવા માટે વિપક્ષની મહાભિયોગની નોટિસને ફગાવી દીધી છે. ઉપાધ્યક્ષનું કહેવું છે કે વિપક્ષની મહાભિયોગની નોટિસ તથ્યોની બહાર છે, જેનો હેતુ પ્રસિદ્ધિ મેળવવાનો છે. અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષની નોટિસ જાણી જાઈને તુચ્છ છે અને ઉપરાષ્ટÙપતિના ઉચ્ચ બંધારણીય પદનું અપમાન છે. નોટિસ પણ અયોગ્ય, ખામીયુક્ત અને વર્તમાન ઉપરાષ્ટÙપતિની પ્રતિષ્ઠાને ડામવા માટે ઉતાવળે તૈયાર કરવામાં આવેલ છે