અમરેલીમાં રહેતા સંજયભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ અમરેલીથી કાંગસા જતી એસ.ટી. બસના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ અમરેલી નાના બસસ્ટેન્ડે પોતાના ઘરે જવા બસની રાહ જોઇને ઉભા હતા. તે દરમિયાન આશરે ૪ વાગ્યે અમરેલીથી કાંગસા જતી બસ આવતા બસનો કંડક્ટર સાઇડ આગળનો દરવાજો ખુલ્લો હતો અને બસ શરૂ હાલતમાં હતી. તે સમયે તેમના પિતાજી નાના બસસ્ટેન્ડથી દોડીને દરવાજાનું હેન્ડલ પકડી બસમાં ચડવા જતા અચાનક પડી જતા બસનું ટાયર તેના પગ ઉપર ફરી વળતા બન્ને પગમાં ઓપરેશન આવ્યું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.