અમરેલીમાં એક વેપારીને વોટ્‌સએપ પર આવેલા મેસેજ પર વિશ્વાસ કરવાનું ભારે પડ્‌યું હતું અને તેની સાથે રૂ.૧.૭૦ લાખની છેતરપિંડી થઈ હતી.
કેતનભાઈ જગુભાઈ બોરીચા (ઉ.વ.૩૦)એ આસામ પેપર સપ્લાય કંપની નામના અજાણ્યા માણસ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ હોલસેલ કાગળનો વેપાર કરે છે. તેમના નંબર પર અજાણ્યા વોટ્‌સએપ મેસેજ આવ્યા હતા. જેમાં આરોપીએ તેનું નામ અશ્વીનીકુમાર સેલ્સ મેનેજર હોવાનું તથા આસામ પેપર સપ્લાય કંપનીમાં કામ કરતાં હોવાનું જણાવી પાંચ જુદા જુદા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી કુલ ૧,૭૦,૭૫૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એલ. ખટાણા વધુ તપાસ કરી રહ્યા છે.