કેશોદમાં ૮ આખલાના મોત થતા ગૌ-સેવકોમાં રોષ જાવા મળ્યો. વેરાવળ રોડ પર તડફડિયા મારતાં ૮ આખલા મોતને ભેટ્યા. અજાણ્યાં શખ્સોએ ઝેર આપ્યાની ગૌસેવકોએ શંકા જતા પશુપાલન વિભાગનો પણ સંપર્ક કરી શકે છે.
આખલાના મોતની ઘટનાની જાણ થતાં લાયન નેચર ક્લબના ગૌસવકો ઘટના સ્થળે પંહોચ્યા. અને તરફડિયા મારતાં આખલાની સારવાર હાથ ધરી. ગૌ-સેવકોએ આખલાને બચાવવાના સતત પ્રયત્નો કર્યા છતાં સારવાર કારગત ના થઈ. અંતે ૯ આખલા મોતને ભેટ્યા. પ્રાથમિક તપાસમાં ખોરાકી ઝેરથી ધણખૂંટના મોત થયાની શંકા સેવાઈ રહી છે.
સામાન્ય રીતે રોડ પર રખડતા આખલાના કારણે લોકોને અનેક વખત ગંભીર ઇજાનો સામનો કરવો પડે છે. કેટલીક વખતે બે આખલા બાખડતા અથવા તો રોડ વચ્ચે આવતા આખલા અનેક સંજાગોમાં લોકોના મૃત્યુનું કારણ બન્યા છે. ત્યારે આજે જૂનાગઢના કેશોદમાં ૮ આખલાની સ્થિતિ વધુ ગંભીર જણાઈ. વેરાવળ રોડ પર ૮ આખલા તરફડિયા મારતા હોવાની માહિતી મળતા જ ગૌસેવક ઘટનાસ્થળ પર પંહોચી ગયા હતા. ગૌસેવકો દ્વારા આખલાની સતત સારવાર કરવામાં આવી પરંતુ તેમના પ્રયાસ નિષ્ફળ ગયા. અને આખલા મોતને ભેટ્યા. આખલાની Âસ્થતિ જાતા ગૌસેવકોને કંઈક શંકાસ્પદ જણાયું. તેમને શંકા છે કે અજાણ્યા શખ્સ દ્વારા આ ૮ આખલાને ઝેરી ખોરાક અપાયો છે જેના કારણે તેમનું મોત નિપજયું. એકસાથે ૮ આખલાના મોતને લઈને ગૌસેવક રોષે ભરાયા અને આ મામલાની તપાસ કરવા પોલીસનો સંપર્ક કર્યો. સમગ્ર મામલે ગૌસેવકોએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી