સાવરકુંડલાના ધજડીપરા (બોઘરીયાણી) ગામે એક યુવક તેની વાડીમાં જવાનો રસ્તો રીપેર કરવા બાવળનું ઠુંઠુ કાપતો હતો. જેને લઈ સારું નહીં લાગતાં ધોલધપાટ કરી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે નીતિનભાઈ બાબુભાઈ વેકરીયા (ઉ.વ.૩૪)એ તેમના જ ગામના વિનુભાઈ નાગજીભાઈ ચોવટીયા સહિત ત્રણ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની વાડીમાં જવાનો રસ્તો રિપેર કરવા બાવળનું ઠુંઠુ કાપતા હતા. જે સારું નહીં લાગતાં ગાળો આપી કુહાડીના હાથા વડે તથા ધોલધપાટ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.