રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર, ડ્રોન કાઝાનમાં અનેક બહુમાળી ઈમારતોને અથડાયા છે. આ હુમલો ૨૦૦૧માં અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક મકાનો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને ઈમારતોમાં આગ લાગી હતી તેના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. રશિયાના કુર્સ્ક પ્રદેશના રિલસ્ક શહેરમાં યુક્રેનના મિસાઈલ હુમલામાં એક બાળક સહિત છ લોકોના મોતના સમાચાર છે. આ હુમલામાં અન્ય ૧૦ લોકો ઘાયલ પણ થયા છે.આ ધટના બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતાં
રશિયાના કાઝાન શહેરમાં ૯/૧૧ જેવા ઘાતક હુમલાએ હલચલ મચાવી દીધી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન ડ્રોન કાઝાનમાં રહેણાંક ઇમારતોને અથડાયા છે. જેના કારણે ઈમારતો ઉડી ગઈ હતી અને ભીષણ આગ ફાટી નીકળી હતી. મૃત્યુ અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવ્યા છે. ડ્રોન હુમલા બાદ કઝાન એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ ૮૦૦ કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ ડ્રોન હુમલા કાઝાનમાં છ રહેણાંક મકાનો પર થયા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કઝાન શહેર યુક્રેનની સરહદથી લગભગ ૯૦૦ કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને ભૂતકાળમાં પણ યુક્રેનની બાજુથી કઝાનમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. રશિયાના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે તેમની સેનાએ ૧૨ યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરી દીધા છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે ગઈકાલે રાત્રે રશિયાના રોસ્ટોવમાં બે ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. આ આગ પણ કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે શરૂ થઈ હતી.
ગત ઓક્ટોબરમાં જ બ્રિક્સ કોન્ફરન્સના કારણે કઝાન શહેર સમગ્ર વિશ્વમાં સમાચારોમાં હતું. રશિયાએ કઝાનમાં બ્રિક્સ સમિટનું આયોજન કર્યું હતું. બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રશિયાના ઈતિહાસમાં કાઝાનનું મહત્વનું સ્થાન છે અને આ શહેર રશિયાના ઉદ્યોગ, સંસ્કૃતિ અને ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. તેને રશિયાની ત્રીજી રાજધાની અથવા રમતગમતની રાજધાની પણ કહેવામાં આવે છે. રશિયાએ કાઝાનમાં અનેક આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આર્થિક રીતે, કાઝાન પાવરહાઉસ છે. આ શહેર રશિયાની અગ્રણી ટ્રક ઉત્પાદક કંપની કામાઝનું ઘર છે અને પેસેન્જર એરોપ્લેન અને હેલિકોપ્ટરના ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કાઝાનના એન્જીનિયરિંગ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો ખૂબ સમૃદ્ધ છે.
યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી બાદ યુક્રેન વધુ ઘાતક બન્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેને શનિવારે રશિયા પર ૯/૧૧ જેવો હુમલો કર્યો છે. યુક્રેન આર્મીએ કઝાનમાં ૬ ઈમારતો પર ડ્રોન હુમલો કર્યો હતો, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. હુમલા બાદ ઈમારતો ખાલી કરાવવામાં આવી છે અને શાળાઓને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે એક હુમલો થયો હતો. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રોને કમલેવ એવન્યુ, ક્લેરા ઝેટકીન સ્ટ્રીટ, યુકોઝિન્સકાયા, ખાદી તકતશ અને ક્રસ્નાયા પોસિસ્ટીસયા પરની ઇમારતોને નિશાન બનાવી હતી. વધુ બે ડ્રોને ઓરેનબર્ગસ્કી ટ્રેક્ટ સ્ટ્રીટ પર એક ઘરને નિશાન બનાવ્યું.
હુમલા બાદ, રશિયાના તાતારસ્તાન પ્રદેશની સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં તમામ સામૂહિક કાર્યક્રમો આગામી બે દિવસ માટે રદ કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર સરકારે આ પગલું ભર્યું છે. આ નિર્ણયથી એવું લાગી રહ્યું છે કે રશિયા યુક્રેનની એટેકિંગ પાવરને હળવાશથી નથી લઈ રહ્યું અને ભવિષ્યમાં પણ આવા હુમલા થવાની આશંકા છે. જોકે, રશિયાએ હંમેશા કહ્યું છે કે તે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપશે. હવે જોવાનું એ રહે છે કે આ હુમલાના જવાબમાં રશિયા શું કરશે.
દરમિયાન દક્ષિણ કોરિયાની જાસુસી એજન્સીએ સાંસદોને જણાવ્યું હતું કે રશિયા મોકલવામાં આવેલા ઓછામાં ઓા ૧૦૦ ઉત્તર કોરિયાઇ સૈનિક માર્યા ગયા છે.જયારે લગભગ એક હજાર ઘાયલ થયા હોવાનો અંગાજ છે રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીએ મૃત્યુ પામનારાઓમાં માટે એ તથ્યને જવાબદાર ઠેરવ્યા છે કે ઉત્તર કોરિયાઇ સૈનિકોના ડ્રોનની સાથે તેમના અનુભવની કમીને કારણે અપરિચિત યુધ્ધક્ષેત્રોમાં અગ્રિમ હરોળના હુમલાખાર દળોના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. એક અનુમાન અનુસાર કુર્સ્ક સીમા વિસ્તારમાં તહેનાત અનુમાનિત ૧૧,૦૦૦ ઉત્તર કોરિયાઇ સૈનિકામાંથી કેટલાકને વાસ્તવિક યુધ્ધમાં મોકલવામાં આવ્યા હતાં