દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારનું પરિવહન વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને રોકવા માટે વિભાગે નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે વિશેષ ટીમોની રચના કરી છે અને દિલ્હીની તમામ મુખ્ય સરહદો અને શહેરની અંદરના વિવિધ સ્થળોએ દેખરેખ વધારી છે. આ ઉપરાંત કેમેરાની મદદથી વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ૧૬ ડિસેમ્બરથી ગ્રાફ-૪ (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) ના પુનઃ અમલીકરણ પછી, વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી છે.
દિલ્હી પરિવહન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમલીકરણ ટીમોએ આ મહિને અત્યાર સુધીમાં ૩,૦૦૦ થી વધુ ચલણ જારી કર્યા છે અને ૪,૧૮૮ વાહનો જપ્ત કર્યા છે. જેમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોનો સમાવેશ થાય છે. દિલ્હીમાં આ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. આ સિવાય બીએસ-૩ પેટ્રોલ અને ડીઝલ બીએસ-૪ વાહનોને પણ ગ્રેપ-૪ હેઠળ ચલાવવાની મંજૂરી નથી. વિભાગની ટીમો આ વાહનો પર ખાસ ધ્યાન આપી રહી છે.
૧ થી ૧૯ ડિસેમ્બરની વચ્ચે વિભાગે ૧૫૩ ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો જપ્ત કર્યા છે. ૩,૨૭૩ ૧૫ વર્ષ જૂના ટુ-વ્હીલર, ૪૯૬ થ્રી-વ્હીલર અને ૪-વ્હીલર પેટ્રોલ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરમિટના નિયમોનું ઉલ્લંઘન કરતી ૭૦ ખાનગી બસો, ઓવરલોડિંગ માટે ૮૩ ભારે માલસામાન વાહનો અને ૧૧૩ મધ્યમ અને હળવા માલસામાનના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ રીતે કુલ ૪,૧૮૮ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માન્ય પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર વિનાના વાહનો, ગેરકાયદે પા‹કગમાં પાર્ક કરાયેલા વાહનો અને લેન નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મહિનામાં અત્યાર સુધીમાં આ વાહનો માટે ૮,૨૨૦ ચલણ જારી કરવામાં આવ્યા છે. તેમાંથી ૨,૨૩૫ ચલણો માન્ય પીયુસી વગરના હતા, ૨,૯૮૯ ચલણો ગેરકાયદે પા‹કગના હતા અને બાકીના ચલણો લેન નિયમોના ઉલ્લંઘનના હતા. આ કામગીરી દરમિયાન ૫૦૦ જેટલા
વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ ચલણો દ્વારા વિભાગે ૫,૯૮,૦૮,૬૧૮ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. આ કાર્યવાહી પ્રદૂષણ ઘટાડવા અને દિલ્હીની હવાને સ્વચ્છ રાખવા માટે કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લેવામાં આવેલી આ કાર્યવાહી સાથે, દિલ્હી સરકારનો પરિવહન વિભાગ પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે અને શહેરના રહેવાસીઓને સ્વચ્છ હવા આપવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.