ઇફકો ન્યુ દિલ્હી અને શ્રી આંબરડી સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આંબરડી મુકામે નેનો યુરિયા અને નેનો ડી.એ.પી., જંતુનાશક દવા બાબતે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત એ.પી.એમ.સી. સાવરકુંડલા ચેરમેન દિપકભાઇ માલાણી, ઇફકો પ્રતિનિધિ રામાણી સાહેબ, જમીન વિકાસ બેંક સાવરકુંડલા શાખાના વાઈસ ચેરમેન બાબુભાઈ માલાણી, સરપંચ પ્રેમજીભાઈ બગડા તથા ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.