અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા અમરેલી જિલ્લાના ૧ર શહેર યુવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી જેમાં અમરેલી શહેર પ્રમુખ તરીકે તેજસભાઈ મસરાણી, ચલાલા શહેર પ્રમુખ તરીકે અર્જુનભાઈ કાકડીયા, કુંકાવાવ ગામ પ્રમુખ તરીકે નીખીલભાઈ ચુડાસમા, વડીયા ગામ પ્રમુખ તરીકે હર્ષભાઈ તેરૈયા, સા.કુંડલા શહેર પ્રમુખ તરીકે પરીક્ષિતભાઈ શિયાળ, લીલીયાના પ્રમુખ તરીકે રૂપાભાઈ શિરોયા, રાજુલા શહેર પ્રમુખ તરીકે રવજીભાઈ મહીડા, જાફરાબાદ શહેર પ્રમુખ તરીકે મુદસર થૈયમ, ધારી શહેરના પ્રમુખ તરીકે રાજેશભાઈ ગુજરવાડિયા, ખાંભા ગામ પ્રમુખ તરીકે જયદેવસિંહ રાઠોડ, બગસરા શહેર પ્રમુખ તરીકે વિમલભાઈ સાવલિયા, લાઠી શહેર પ્રમુખ તરીકે રાજભાઈ ચાડની નિમણૂક કરાઈ છે જેને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી સહિતનાઓએ આવકારી છે.