અમરેલી શહેરના વોર્ડ નંબર ૬ ખાતે સારહી યુથ કલબ અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ માટેનો ઈ-કેવાયસી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હેતુ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વયોવૃદ્ધોને તેમના ઘરની નજીક જ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતું આયુષ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી દ્વારા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. આ કેમ્પમાં સુરેશભાઈ શેખવા, ચંદુ રામાણી, ચિરાગભાઈ ત્રિવેદી, મનીષાબેન રામાણી, અલ્કાબેન ગોંડલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રકારના કેમ્પ દ્વારા
વયોવૃદ્ધોને મળતી સુવિધાઓ વિશે માહિતી આપી હતી.