બગસરામાં બાકી પૈસાની ઉઘરાણી કરતાં યુવકને કોદાળીનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે દિનેશભાઈ ગોવિંદભાઈ ત્રાપસીયા (ઉ.વ.૪૫)એ વિપુલભાઇ લવજીભાઇ નકુમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે આરોપી પાસે બાકી પૈસા લેવા જતા આરોપીને સારું નહોતું લાગ્યું. તેમણે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ લાકડાના હાથાવાળી કોદાળી વડે એક ઘા માથામાં પાછળના ભાગે મારી સામાન્ય ઇજા કરી હતી. તેમજ બીજો ઘા જમણા હાથની કલાઇ ઉપર મારી સર્જરી તથા ટાંકા આવે તેવી ઇજા કરી બન્ને પગમાં મુંઢમાર માર્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સાજીદભાઈ હુસેનભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.