અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી ફેકટરી ઝડપાઈ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવા મામલે મોટી કાર્યવાહી કરી. વિભાગને માહિતી મળ્યા બાદ શહેરના કઠવાડા વિસ્તારમાં બનાવટી દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરી મુદામાલ જપ્ત કર્યો.
મળતી માહિતી મુજબ રાજ્યમાં નકલી ડિગ્રી, નકલી સરકારી અધિકારી, નકલી ડોક્ટરના જેવા કૌભાંડોના ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ત્યારે વહીવટીતંત્ર સફાળું જાગતા અનેક સ્થાનો પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી. તાજેતરમાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને શહેરમાં એક કંપની પર લાયસન્સ વગર દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમી મળી. આ બાતમીના આધારે શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ એરોન લાઇફ સાયન્સ કંપનીમાં દરોડા પાડ્યા. અને આ ફેકટરીમાં રહેલ સામગ્રીની તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી.
વિભાગના એક અધિકારીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે આ ફેકટરીમાં ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક દવાઓ બનાવવામાં આવતી હતી. તેમજ એલોપેથીક ઘટકની મિલાવટ કરી દવાઓને એક્ષ્પોર્ટ કરવામાં આવતી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શહેરના કઠવાડા વિસ્તારમાં બનાવટી દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી. આ કંપનીમાં લાયન્સ વગર દવા બનાવવામાં આવતી હોવાની માહિતીના આધારે કંપની પર દરોડા પાડી આશરે રૂ. ૩૧ લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તેમજ ફેકટરીમાં કેટલીક સામગ્રી વધુ શંકાસ્પદ લાગતા દવાના નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા.