કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. અસ્કર કેટરીના પણ તેમના સંબંધો વિશે ખુલીને વાત કરતી રહે છે. કેટરીના અને વિકી બંને બોલિવૂડના સુપરસ્ટાર છે. કેટરિના કૈફ ઘણીવાર તેના પતિ અને સાસરિયાઓના વખાણ કરતી જાવા મળે છે. તાજેતરમાં કેટરીના કૈફે તેની સાસુ સાથેના સંબંધો વિશે વાત કરી છે. જેમાં કેટરીના કૈફે જણાવ્યું હતું કે વિક્કીની માતા તેના માટે ઘરેલું ઉપચારથી હેર ઓઈલ બનાવે છે. કેટરીના ઘણીવાર આ તેલ તેના વાળમાં લગાવે છે. હવે કેટરિનાને પણ ઘરેલું ઉપાયો ખૂબ પસંદ આવી રહ્યા છે. ધ વીકને આપેલા ઈન્ટરવ્યુમાં કેટરિના કૈફે સ્કિન કેર માટેનો પોતાનો શોખ શેર કર્યો. કેટરિના કૈફે કહ્યું કે, ‘મારી સાસુ પણ મારા માટે ડુંગળી, આમળા, એવોકાડો અને બે-ત્રણ અન્ય ઘટકોથી આ હેર ઓઈલ બનાવે છે. જે માત્ર વાળ માટે જ સારું નથી પરંતુ ઘણા ફાયદા પણ આપે છે.
કેટરિનાએ તેના ચાહકો સાથે સંબંધોને લગતી ટીપ્સ પણ શેર કરી છે. જેમાં કેટરીનાએ કહ્યું કે દરેક કપલની જેમ અમારી વચ્ચે પણ ઝઘડા થાય છે. પરંતુ આ માત્ર નાની નાની વાતો પુરતી સીમિત છે. હું મારા ચાહકોને પણ સલાહ આપું છું કે સંબંધમાં ઝઘડાથી કોઈ ફરક પડતો નથી. ઝઘડા પછી આપણે તેનો ઉકેલ લાવવો જાઈએ. તાજેતરમાં કેટરીના કૈફે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત દરમિયાન વિકી કૌશલની માતા વીણા કૌશલ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે. ટ્રિપ બાદ કેટરીના એરપોર્ટ પર તેની સાસુના કપાળ પર કિસ કરતી જાવા મળી હતી. જેમાં બંનેના પ્રેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.