યુએસ સેનેટ, યુ.એસ.ના ઉપલા ગૃહે ફેડરલ સરકારની કામગીરી અને આપત્તિ સહાય માટે કામચલાઉ ભંડોળ પૂરું પાડવા માટે દ્વિપક્ષીય યોજના પસાર કરી હતી. આ બિલમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવા વર્ષમાં દેવાની મર્યાદા વધારવાની માગણી સામેલ નથી. જા આ બિલ નિર્ધારિત સમયમાં પસાર નહીં થાય તો સરકારી કામકાજ ખોરવાઈ જવાનો ભય હતો.
નીચલા ગૃહના પ્રતિનિધિ, માઈક જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદ “તેની જવાબદારીઓને પૂર્ણ કરશે” અને નાતાલની રજાઓ પહેલા ફેડરલ સરકારના કાર્યને વિક્ષેપિત થવા દેશે નહીં. જાકે ટ્રમ્પે આગ્રહ કર્યો હતો કે દેવાની મર્યાદામાં વધારો બિલમાં સામેલ થવો જાઈએ અને આજે સવારે એક પોસ્ટમાં કહ્યું કે જા તે કરવામાં ન આવ્યું હોય, તો કામ “હમણાં જ બંધ કરવું જાઈએ.”
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે જ્હોન્સનના નવા બિલને ૩૪ વિરુદ્ધ ૩૬૬ મતોથી પસાર કર્યું. સેનેટે તેને ૧૧ના મુકાબલે ૮૫ મતોની બહુમતીથી પસાર કર્યો હતો. હવે આ બિલ યુએસ પ્રમુખ જા બિડેન પાસે છે અને તેઓ શનિવારે તેના પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. સેનેટના બહુમતી નેતા ચક શૂમરે કહ્યું, “સરકારનું કામ અટકશે નહીં.