સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૫માં હુડકો સોસાયટીમાં ૧૩૦ મીટરના રોડનું ખાતમુહૂર્ત આજે અગ્રણીઓ આલ કરસનભાઈ ભુરાભાઈ રબારી તથા પ્રવીણભાઈ કોટીલાની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, અશોકભાઈ ચૌહાણ તથા બાંધકામ સમિતીના ચેરમેન લાલાભાઇ ગોહિલનો સહયોગ મળ્યો હતો.