અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ટીંબી ચેક પોસ્ટ પરથી કાળુભાઈ અરજણભાઈ ચૌહાણ પાસેથી બીયરના ૫ ટીન મળી આવ્યા હતા. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી એલ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં કાનજીબાપુની જગ્યા પાસેથી બે યુવક પાસેથી દારૂની બોટલ મળી હતી. પોલીસે મોટર સાયકલ મળી કુલ ૨૦,૧૩૨ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. જિલ્લામાં ચાર લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે ૧૨ ઈસમો નશામાં ચૂર થઈને ફરતાં મળી આવ્યા હતા.