ખાંભાના તાતણીયાપરામાં રહેતા અનિલભાઈ જોધાભાઈ બારૈયા (ઉ.વ.૩૦)એ ચંદુભાઈ ખીમાભાઈ ચારોલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ સાહેદનું ખેતર ભાગું રાખ્યું હતું અને બે ત્રણ મહિના સુધી મજુરી કામે ગયેલ હતો. મજુરીના પૈસા આરોપી પાસે અગાઉ માંગ્યા હતા. જે વાતનું જુનુ મન દુ.ખ રાખી આરોપીએ શીતળમાંની દેરી પાસે બિભત્સ શબ્દોમાં ગાળો આપી ડેકીમાંથી વજનદાર લોખંડની ચેઇન કાઢી ઈજો પહોંચાડી હતી. તેમજ ઠપકો આપવા છતાં જેમ ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે એસ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.