ઊના બાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ના પ્રમુખપદની આજે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં પ્રેમજીભાઈ બારૈયાનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ૧૪૯ સભ્યોએ તેમાં મતદાન કર્યું હતું. જેમાં પ્રેમજીભાઈને ૮૧, ચૌહાણ હિતેશકુમારને ૧૩ મત, શાહ હરેશચન્દ્રને ૨૯ મત, સોલા અરજણભાઇને ૬ મત મળ્યા હતા. આમ પ્રેમજીભાઇ વિજયી થતાં સમગ્ર બાર એસોસિયેશનનાં સભ્યોએ તેમને અભિનંદન પાઠવીને ફુલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરી હતી.