રાજુલા શહેરમાં નવનિર્મિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ કોર્ટ બિલ્ડિંગનું હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. મેંગડે દ્વારા આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અમરેલી જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ બુખારી, રાજુલાના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ ત્રિવેદી, ફેમિલી જજ મિસ એમ.એસ સોની, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સિંઘ, એડિશનલ સિનિયર સિવિલ જજ એ એચ ત્રિવેદી, લીગલ વિભાગના જોઈન્ટ સેક્રેટરી યુ.એમ ભટ્ટ, રાજુલા બાર એસોસિએશનના પ્રમુખ વી એમ વરૂ, સેક્રેટરી મૌલિનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ આમંત્રિતો મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજુલા, ખાંભા, જાફરાબાદ અને અમરેલીના વકીલ મંડળ દ્વારા હાઇકોર્ટના ન્યાયમૂર્તિનું મેમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ. અંતમાં આભાર વિધિ રાજુલાના પ્રમુખ વી એમ વરુંએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ એડવોકેટ રાજુભાઈ જોખિયાએ કર્યું હતું.