બગસરા અને આજુ બાજુના ગામોમાં આખલાના આતંકથી લોકો પરેશાન થઈ ગયા છે અને ભયનો માહોલ ઊભો થયો છે. આજે બગસરાની શાક માર્કેટમાં આખલા બાખડતા લારીધારકો અને વાહન ચલાકો પોતાની લારી-વાહનો મૂકીને ભાગી ગયા હતા. આખલાએ કેટલાક લોકોને બચકા પણ ભર્યા હતા. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા આવા આખલાને બંધક બનાવવમાં આવે અને ગૌ શાળામાં રાખવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.