અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન (SGVP)ના વિશાળ કેમ્પસમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છેલ્લા ૨૬ વર્ષથી કાર્યરત છે. તાજેતરમાં દ્વારકા ખાતે ગુજરાતની તમામ સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારોની વિવિધ શાસ્ત્રોને આધારે શાસ્ત્રીય સ્પર્ધા યોજાઇ હતી, જેમાં રાજ્યમાંથી ૭૦૦ જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ દસ સુવર્ણચંદ્રક, ત્રણ રજતચંદ્રક તથા નવ કાંસ્યચંદ્રક મેળવી ઝળહળતી સફળતા ફેળવી હતી.