કોડીનાર તાલુકાના સોમનાથ સાઈકલિંગ ગ્રુપ દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત મૂળ દ્વારકા કોડીનારથી બેટ દ્વારકા સુધીની સાહસિક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના આગેવાનો અને મહંતોએ મૂળ દ્વારકા ખાતે દ્વારકાધીશ ભગવાનના મંદિરેથી યાત્રાનો આંરભ કરાવ્યો હતો. કોડીનારના પીપળી ગામના આ ગ્રુપે માત્ર ૩૬ કલાકમાં ૨૮૫ કિ.મીનું અંતર કાપી દ્વારકાધીશના દર્શન કરી સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી.