SGFI શાળાકીય રમત-ગમત સ્પર્ધાઓમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓ મકવાણા હાર્દિક સિલ્વર મેડલ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ, ધાંધેલા વિધિ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ, નંદવાણા રવિરાજ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ, રાદડિયા પલ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ઓલ ઇન્ડિયા ૭ રેંક મેળવી સંસ્થા અને અમરેલી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂટ. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, સુરતથી ગોકુલભાઈ વઘાસીયા, એમ. કે. સાવલિયા, ગોરધનભાઈ માંડલિયા, અરજણભાઈ કોરાટ, ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા ઉપસ્થિત રહી સ્પોટ્‌ર્સ કોચ, ટ્રેનરો અને ખેલાડીઓને અભિનંદન પાઠવેલ હતા. આગામી ખેલ મહાકુંભ સ્પર્ધાને ધ્યાનમાં રાખી ભવ્ય સ્પોર્ટ-ડેનું આયોજન કરવા વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું.