બાબરાના મોટા દેવળીયા ગામે રહેતી એક પરિણીતાને તેના પતિએ ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે ડિમ્પલબેન પ્રકાશભાઈ સાનેપરા (ઉ.વ.૩૩)એ પતિ પ્રકાશભાઈ દિલીપભાઈ સાનેપરા, રસીલાબેન, મોટા સસરા કરશનભાઈ તથા જીગાભાઈ કરશનભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પતિ, સાસુ, કાકાજી સસરા અને દિયરે અવારનવાર મેણાટોણા માર્યા હતા. તેમજ પતિએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને દુઃખ ત્રાસ આપ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.