હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણ બદલાયું છે. સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. હવામાન વિભાગે અગાઉથી જ માવઠાની આગાહી કરી હોવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં આવેલા આ બદલાવથી ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. ખાસ કરીને જે પાક લણણી માટે તૈયાર છે અથવા તો લણણીના તબક્કામાં છે, તે પાકને વરસાદથી મોટું નુકસાન થઈ શકે છે.