કવિ કુમાર વિશ્વાસે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી વિવાદ છેડાઈ ગયો. હવે આ વિવાદે રાજકીય રંગ લીધો છે અને કોંગ્રેસે કુમાર વિશ્વાસની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેને અભદ્ર ગણાવી છે. વાસ્તવમાં, કુમાર વિશ્વાસે આંતર-ધાર્મિક લગ્ન પર પરોક્ષ રીતે ટિપ્પણી કરી હતી, જેને લોકો સોનાક્ષી સિંહા સાથે જોડતા હતા. હવે કુમાર વિશ્વાસ તેમના નિવેદનને લઈને પ્રહારો થયા છે.
વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું, ‘તમારા બાળકોને રામાયણ અને ગીતા વાંચો. નહીં તો એવું ન બને કે તમારા ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરની શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય. કુમાર વિશ્વાસે પોતાના નિવેદનમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ વિશ્વાસની આ ટિપ્પણીને શત્રુÎન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાના આંતર-ધાર્મિક લગ્ન સાથે જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા અને શત્રુ સિન્હાના મુંબઈના બંગલાનું નામ રામાયણ છે. આ જ કારણ છે કે કુમાર વિશ્વાસની ટિપ્પણી વિવાદાસ્પદ બની હતી.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘કુમાર વિશ્વાસે માત્ર સોનાક્ષી સિન્હાના આંતર-ધાર્મિક લગ્ન પર સસ્તી ઝાટકણી કાઢી નથી, પરંતુ મહિલાઓ માટે તેમની વિચારસરણીને પણ ઉજાગર કરી છે.’ સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસની ટિપ્પણી પર કહ્યું હતું કે ‘શું છોકરી એવી વસ્તુ છે જેને કોઈ ઉપાડી શકે છે? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને પહેલા તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?’
કોંગ્રેસ નેતાએ લખ્યું કે, ‘ન તો શત્રુ સિંહા અને ન તો તેમની સફળ પુત્રી સોનાક્ષીને તમારા પ્રમાણપત્રની જરૂર છે, પરંતુ તમારાથી ૧૭ વર્ષ નાની છોકરી પર તમારી ટિપ્પણી ચોક્કસપણે તમારી નાની વિચારસરણીને ઉજાગર કરે છે. તમને ચોક્કસપણે બે મિનિટની સસ્તી તાળીઓ મળી પરંતુ તમારું કદ જમીનમાં વધુ ધસી ગયું. તમારે તમારી ભૂલ સમજવી જાઈએ અને પિતા અને તેમની પુત્રી બંનેની માફી માંગવી જોઈએ.