અલ્લુ અર્જુન સાથે જાડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરના ઘરની બહાર ભારે તોડફોડ કરવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર ઉસ્માનિયા યુનિવર્સિટી જાઈન્ટ એક્શન કમિટીના સભ્યોએ રવિવારે સાંજે હંગામો મચાવ્યો હતો. આ દેખાવકારોની માંગ છે કે અલ્લુ અર્જુને સંધ્યા થિયેટર અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાને ૧ કરોડ રૂપિયા આપવા જાઈએ. આ સાથે પરિવારને શક્ય તમામ મદદ કરો.
રિપોર્ટ્સ અનુસાર જ્યારે એક્ટરના ઘરની બહાર દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા અને હંગામો મચાવ્યો હતો ત્યારે અલ્લુ અર્જુન ઘરે હાજર નહોતો. જા કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓની અટકાયત કરી હતી.
રિપોર્ટ્સનું માનીએ તો પોલીસે આ સમગ્ર મામલે ૮ લોકોની અટકાયત કરી છે. હાલમાં અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરવામાં આવી છે.
આ વીડિયોમાં તમે જાશો કે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ઘરની બહાર મોટી સંખ્યામાં દેખાવકારો હંગામો મચાવી રહ્યા છે. આ દેખાવકારોએ માત્ર ગોર્ડન વિસ્તારને જ નષ્ટ નથી કર્યું પરંતુ કોઈની સાથે ઝપાઝપી કરતા પણ જાવા મળે છે. આ સાથે તેના હાથમાં પેમ્પલેટ પણ છે.
સંધ્યા થિયેટરમાં નાસભાગમાં જે મહિલાનું મોત થયું હતું તેના પરિવારને અલ્લુએ ૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે દવા અને સારવારના તમામ ખર્ચની જવાબદારી તેઓ ઉઠાવશે તેવું જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તે હોસ્પિટલમાં દાખલ બાળકની અપડેટ પણ લઈ રહ્યો છે અને તેનો તમામ ખર્ચ ઉઠાવી રહ્યો છે. આ બધા વચ્ચે અલ્લુએ ફેન્સને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર અપશબ્દોનો ઉપયોગ ન કરે. અભિનેતાએ આ વિશે પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.