મહારાષ્ટ્રના પુણેમાં ફૂટપાથ પર  સૂઈ રહેલા લોકોને ડંપર અડફેટમાં લઈ લીધા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ૯ લોકોને ડંપરે કચડી નાખ્યા. જેમાંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જેમાં ૨ બાળકો અને એક વ્યક્તિ સામેલ છે. જે બાળકના કાકા છે. આ સાથે જ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાતે લગભગ ૧ વાગ્યાની આસપાસ ઘટી. મળતી માહિતી મુજબ ડંપરનો ડ્રાઈવર નશામાં ધૂત હતો. મૃતકોમાં વિશાલ વિનોદ પવાર (૨૨), વૈભવી રિતેશ પવાર (૧), વૈભવ રિતેશ પવાર (૨)ના નામ સામેલ છે. જ્યારે ઘાયલોમાં સામેલ લોકોને નામ ૧. જાનકી દિનેશ પવાર (૨૧),૨. રિનિશા વિનોદ પવાર (૧૮),૩. રોશન શશાદૂ ભોસલે (૯),૪. નગેશ નિવૃત્તિ પવાર (૨૭),૫. દર્શન સંજય વૈરાલ (૧૮),૬. આલિશા વિનોદ પવાર (૪૭) છે નોંધનીય છે કે આ જ મહિનામાં મહારાષ્ટ્રમાં પુણેમાં થયેલી એક રોડ દુર્ઘટનામાં બે યુવકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના પુણેના ઈંદાપુર તસસીલની હતી. જ્યાં બારામતીથી ભિગવાન જતી એક કાર અકસ્માતનો  ભોગ બની હતી જેમાં ૪ લોકો સવાર હતા. રિપોર્ટ મુજબ કાર ચલાવતી વખતે ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો.