બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે
શેખ હસીનાની સરકારના પતન બાદ હવે બાંગ્લાદેશ એ ઘાને ભૂલી જવાની તૈયારી કરી રહ્યું છે જે તેને પાકિસ્તાન આર્મી દ્વારા આપવામાં આવ્યા હતા. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ લાખો બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમની હત્યા કરી હતી. પરંતુ, હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આ બધું ભૂલીને ધીમે ધીમે પાકિસ્તાનના ખોળામાં બેસવાની તૈયારી કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જાવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ૧૯ ડિસેમ્બરે ઇજિપ્તના કૈરોમાં આયોજિત ડ્ઢ-૮ સમિટ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
ડી-૮ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન, જેને વ્યાપકપણે ડેવલપિંગ-૮ તરીકે ઓળખવામાં આવે છે. તેના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, નાઈજીરીયા, પાકિસ્તાન અને તુર્કી છે. આ દેશો વચ્ચે વિકાસ સહયોગને પ્રોત્સાહન આપવા માટેનું એક સંગઠન છે. ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અઝરબૈજાનના ૯મા સભ્ય તરીકે જાડવામાં આવ્યો છે. આ સંગઠન વિવિધ અર્થતંત્રો વચ્ચે સહકાર વધારવા અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે.
રિપોર્ટ્સ અનુસાર, જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પર હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે ક્યારેક આ અંગે વાતચીત થઈ હતી. જા કે, આ અંગે કોઈ અંગત બેઠક થઈ નથી. તો બાંગ્લાદેશ વતી મોહમ્મદ યુનુસે પાકિસ્તાન સાથે ૧૯૭૧ના પેન્ડિંગ મુદ્દાઓને ભવિષ્યની પેઢીઓ માટે કાયમ માટે ઉકેલવાની વાત કરી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફને ૧૯૭૧ના મુદ્દાઓ ઉકેલવા વિનંતી કરી હતી. યુનુસે કહ્યું આ મુદ્દાઓ વારંવાર સામે આવી રહ્યા છે. તો આ મુદ્દાઓને ઉકેલીએ જેથી કરીને આગળ વધી શકીએ. આના પર શરીફે કહ્યું છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ૧૯૭૪ના ત્રિપક્ષીય કરાર દ્વારા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, પરંતુ જા કોઈ મુદ્દો પેÂન્ડંગ હશે તો તેના પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.
પાકિસ્તાન ફરી એકવાર બાંગ્લાદેશ સાથે પોતાના જૂના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે પાકિસ્તાનનું ધ્યાન માત્ર બિઝનેસ, કલ્ચર અને સ્પોર્ટ્સ પર જ નથી, પરંતુ છેલ્લા ચાર મહિનામાં અનેક નીતિ અને વ્યૂહાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ઇજિપ્તમાં આયોજિત કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને મોહમ્મદ યુનુસ વચ્ચેની તાજેતરની બેઠક બાદ બાંગ્લાદેશને લઈને ઇસ્લામાબાદમાં બંધ દરવાજે બેઠક મળી હોવાની માહિતી સામે આવી છે.
આ પ્રયાસો શેખ હસીના ગયા ત્યારથી જ એટલે કે ૫ ઓગસ્ટે જ શરૂ થઈ ગયા હતા, જ્યારે પાકિસ્તાનના હાઈ કમિશનરે બીએનપી નેતાઓ અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારને અલગ-અલગ પ્રસંગોએ મળવાનું શરૂ કર્યું અને મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો કરવા માટે એકસાથે પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં બાંગ્લાદેશના એટર્ની જનરલ, ગૃહ બાબતોના સલાહકાર, સામાજિક કલ્યાણ અને મહિલા અને બાળકોની બાબતોના સલાહકાર, સાંસ્કૃતિક બાબતોના સલાહકાર અને વાણિજ્યના સલાહકાર સાથે બેઠકો યોજાઈ હતી.
છેલ્લા ચાર મહિનામાં ફેડરેશન ઓફ બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે વેપારી સમુદાયોને એકસાથે લાવવા અને વેપાર સંબંધો સુધારવા માટે વિચારોની આપ-લે કરવાની તકો પણ આવી હતી અને સપ્ટેમ્બર સુધીમાં વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન માટે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો રાખવા માંગે છે તેવી જાહેરાત કરવા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછી ૧૭ બેઠકો યોજાઈ હતી, જ્યારે આ પહેલા ૨૦૧૯ પછી આવી માત્ર બે બેઠકો જ થઈ હતી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે, ૧૯૭૧ પછી બંને દેશો વચ્ચે પ્રથમ સીધું શિપિંગ કનેક્શન સ્થપાયું જ્યારે ગયા મહિને કરાચી બંદરેથી એક કાર્ગો જહાજ ચટગાંવ બંદરે પહોંચ્યું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં એક મોટું પગલું છે. પાકિસ્તાને હવે બાંગ્લાદેશી નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું છે, જેઓ હવે તેના વિઝા પોર્ટલ પર ઓળખપત્ર અપલોડ કરીને ૪૮ કલાકમાં મફત પાકિસ્તાની વિઝા મેળવી શકે છે, ઉત્તર બંગાળ અને નેપાળમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. તેણે તેના સ્લીપર સેલને ફરીથી સક્રિય કરી દીધું છે.