બનાસકાંઠાના વડગામ તાલુકાના મુમનવાડા વડગામ રોડ પર મોરૈયા ગામ પાસેથી કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે મોરૈયા ગામ પાસે જાળ બિછાવીને ફોરચ્યુનર કાર અટકાવી હતી. તપાસ કરતા કારમાંથી રૂ. ૪,૮૨,૭૮૨ ની કિંમતની ૨૪૫૦ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. ૧૪,૮૭,૭૮૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઝાલોરના રહેવાસી રવિન્દ્ર એમ,બિશ્નોઈની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપી દારૂનો જથ્થો ભરી આપનારા બનાસકાંઠાના મનીષ પરમાર, દારૂ ભરેલી કાર આપી જનાર વિપુલ, દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ તથા કારના ડ્રાઈવરની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વડગામ પોલીસ ચલાવી રહી છે.