અમદાવાદની સાયન્સ સિટી ખાતે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા નેશનલ મેથ્સ કાર્નિવલ અને કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામબરવાળા પ્રા. શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક ચિરાગભાઈ ડી. ગજેરાના માર્ગદર્શન હેઠળ ધોરણ-૮ની બાળાઓ ૧. ચૌહાણ તન્વી અને ૨. રાઠોડ આનંદીએ ઇનોવેટીવ મેથ્સ મોડલ પ્રેઝન્ટેશન વિભાગમાં ભાગ લીધો હતો અને તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નેશનલ લેવલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ મેળવી તેમણે અમરેલી જિલ્લા, બાબરા તાલુકા અને જામબરવાળા ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે