રાજુલાના રામપરા-૨ ગામે કુટુંબીજનોમાં નજીવી વાતમાં માથાકૂટ થઈ હતી. બનાવ અંગે નકાભાઈ દેગણભાઈ વાઘ (ઉ.વ.૩૦)એ ભીખાભાઈ ગભાભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની પડોશમાં રહેતા આરોપી સાથે ઘણા સમયથી બોલતા નહોતા. ઉપરાંત ગાળાગાળી અને બોલાચાલી થતી રહેતી હતી. જેનું મનદુઃખ રાખી તેમને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.
તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એચ.એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.