ધારી બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ
ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્રમાં લખ્યું છે કે, મારા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધાર ધામ આપાગીગાની જગ્યાને બદનામ કરવા આ જગ્યાના મહંત વિજયબાપુને બદનામ કરી બ્લેકમેઇલ કરી પૈસાનો તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર કરી આ ધાર્મિક સંસ્થાને બદનામ કરવા માટે અને સર્વે સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે જેથી આવા તત્વો સામે કડક પગલા લેવાની રજૂઆત મારી પાસે આવી હતી તે અંગે પત્ર લખવામાં આવ્યો છે.