રાજુલા તાલુકાના ૬૫ ગામો માટે આશીર્વાદરૂપ એવી પાણી પુરવઠા યોજનાનું આજે ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું, જેમાં અનેક ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગામોના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે RWSS યોજના હેઠળ (૧૨ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) જેમાં સમ્પ, ઊંચી ટાંકી, પંપ હાઉસ RCC રોડ તેમજ ૬૫ ગામની પાણીની પાઇપલાઈન માટે સરકારે રૂ. ૪૨,૬૨,૯૧,૧૪૧ મંજૂર કર્યા છે. આ તકે પ.પૂ. મહેશબાપુ, પીપાવાવ મહંત, જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ, ગૌતમભાઈ ગુજરિયા, ભેરાઈના સરપંચ વાલાભાઈ રામ, ભગાભાઈ રામ, દાતરડીના સરપંચ ભરતભાઈ જોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.