અમરેલીના આંગણે સ્વામિનારાયણ મંદિર (પાણી દરવાજા) અમરેલી ધામ દ્વારા પંચ દશાબ્દિ મહોત્સવનું કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો બહોળી સંખ્યામાં હરિભકતો લાભ લઈ રહ્યાં છે. પંચદશાબ્દી મહોત્સવ દિવસે-દિવસે ભવ્ય અને દિવ્ય બનતો જાય છે. ત્યારે આ મંગલ કાર્ય વિશ્વકલ્યાણના હેતુલક્ષી મહોત્સવના ત્રીજા દિવસે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવિક ભક્તો દ્વારા આ કાર્ય ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યુ હતું. આ અવસરે પધારેલા સંતો અને મહંતોએ આશિવર્ચન પાઠવ્યા હતા. તેમજ ગૌ પૂજન અર્ચન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું તેમજ ગૌભકતીના દર્શન કરવામાં આવ્યા હતા. કથા પારાયણમાં સંતોએ પ્રવચન કર્યા હતા. રાત્રી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો. આ મંગલ અવસરે સામાજીક, રાજકીય કાર્યકરો અને અમરેલીના વેપારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.