અમરેલીમાં બેંકના પાર્કિંગમાંથી કાપડના વેપારીની બાઇક ચોરાઈ હતી. નરેન્દ્રભાઈ લક્ષ્મીચંદ ટીલવાણી (ઉ.વ.૫૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈકની ગાંધીબાગ સુખ અમરદામ મંદિર (ઝુલેલાલ મંદિર) પાસે આવેલી પંજાબ બેંકના પાર્કિંગમાંથી અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે બાઇકની કિંમત ૨૦,૦૦૦ જાહેર થઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.