મસૂદ અઝહરઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ તરત જ મસૂદ અઝહરને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. તેમને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, કાર્ડિયોલોજિસ્ટ ઈસ્લામાબાદથી કરાચી પહોંચી રહ્યા છે. મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. તેમને ટૂંક સમયમાં રાવલપિંડીની મોટી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનની આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે આતંકવાદી મસૂદ અઝહરને મુક્તિ આપી દીધી છે.
તમને જણાવી દઈએ કે આતંકી મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક છે. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતે યુએપીએ હેઠળ અઝહર અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને પાકિસ્તાની આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદને ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર ૧૯૯૯માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઈટને હાઈજેક કરવામાં આવી હતી, જેમાં મુસાફરોના બદલામાં આતંકી મસૂદને મુક્ત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૬૮માં જન્મેલા આતંકવાદી મસૂદ અઝહરે પાકિસ્તાનમાં બેસીને ઘણી ભારત વિરોધી ગતિવિધિઓ કરી છે. તેના જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ આતંકી હુમલા કર્યા છે. પાકિસ્તાન વર્ષોથી મસૂદ અઝહર તેમના દેશમાં હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું હતું, જાકે થોડા સમય પહેલા પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે તે તેમના દેશમાં છે અને તેની તબિયત ખરાબ છે.