ર૬ ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલી ઓક્સફર્ડ સાયન્સ સ્કૂલ ખાતે એક બૌધ્ધિક પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વિવિધ એસોસિએશનના આગેવાનો, વેપારીઓ, ડોકટરો, વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ તેમજ તમામ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.