બગસરાથી વડીયા જઈ રહેલી એસ.ટી.બસ વડીયા તાલુકાના ખાખરીયા પાસે ગોળાઈમાં પલટી ખાઈ જતાં ર૦ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. બપોરનાં પઃ૩૦ આસપાસ બગસરાથી સુરત જઈ રહેલી બસનાં ડ્રાઈવરે ગોળાઈ પાસે કાબુ ગુમાવી દીધો હતો અને એસ.ટી.બસ પલ્ટી ખાઈ ગઈ હતી. બસની અંદર મુસાફરી કરી રહેલા રેશ્માબેન આદમાણી રહે.વડીયા, ઈદ્રીશભાઈ આદમાણી રહે.વડીયા, સાદીયાબેન આદમાણી રહે.વડીયા અને ડ્રાઈવર રાજાભાઈ નુણને ઈજા થઈ હતી. જેમાંથી બે પેસેન્જરને જેતપુર અને એક પેસેન્જરને અમરેલી ખાતે સારવાર અર્થે રીફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.