કોડીનાર મૂળદ્વારકા રોડ પર ટેસ્ટી નગર પાસે આવેલ ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોડીનાર મૂળદ્વારકા રોડ પર ટેસ્ટી નગર પાસે આવેલ ભંગારના ડેલામાં વહેલી સવારે અકસ્માતે આગ લાગતા બાઇક અને પ્લાસ્ટિક સહિતના સામાનમાં આગ પ્રસરી જતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડેલામાં ભીષણ આગના પગલે આસપાસના લોકોએ ફાયર ફાઇટરોને જાણ કરતા ફાયરના બંબા તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી એક કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી.